બાપરે...માણસમાં બર્ડ ફ્લૂના નવા સ્ટોનનો પહેલો કેસ નોંધાયો! ચાર વર્ષનું બાળક થયું સંક્રમિત

H3N8 Bird Flu: બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનના પ્રથમ કેસની ચીનમાં પુષ્ટિ થઈ છે..આરોગ્ય અધિકારીનું કહેવું છે કે આ ચેપ ફેલાવવાનું જોખમ ઓછું છે.

બાપરે...માણસમાં બર્ડ ફ્લૂના નવા સ્ટોનનો પહેલો કેસ નોંધાયો! ચાર વર્ષનું બાળક થયું સંક્રમિત

નવી દિલ્લીઃ કોરોનાના કહેરથી દુનિયા ધીરે-ધીરે બહાર આવી રહી છે. એવી સ્થિતિમાં હવે નવી મુસીબત સામે આવીને ઉભી છે. જેને કારણે ફરી એકવાર ડરનો માહોલ ઉભો થયો છે. બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનના પ્રથમ કેસની ચીનમાં પુષ્ટિ થઈ છે..આરોગ્ય અધિકારીનું કહેવું છે કે આ ચેપ ફેલાવવાનું જોખમ ઓછું છે.

2002માં મળ્યો પ્રથમ કેસઃ
2002માં H3N8 સૌથી પહેલા નોર્થ અમેરિકામાં જોવા મળ્યો હતો.બાદમાં ઘોડા, શ્વાન અને સીલને ચેપ લાગ્યો હતો..પરંતુ આ ચેપની અસર માણસોમાં જોવા મળી ન હતી.

તાવ આવ્યા પછી ટેસ્ટઃ
સેન્ટ્રલ હેનાન પ્રાંતમાં રહેતા 4 વર્ષના છોકરાને તાવ અને અન્ય લક્ષણો જણાતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ બાળક H3N8 Bird Flu પોઝિટિવ જોવા મળ્યો. સ્વાસ્થય આયોગે જણાવ્યું કે છોકરાના ઘરે મરઘીનો ઉછેર કરાયો હતો. અને પરિવાર જંગલી બતકની વસ્તીવાળા વિસ્તારમાં રહેતો હતો.

ચેપ ફેલાવવાનું જોખમ ઓછુંઃ
ચાર વર્ષના બાળકને પક્ષીથી  સીધો ચેપ લાગ્યો છે.. જો કે ચેપ ફેલાવવાનું જોખમ ઓછું છે..સ્વાસ્થય આયોગ અપીલ કરે છે કે બીમાર પક્ષીઓની દૂર રહો..અને તાવ અથવા બીજા કોઈ લક્ષ્ણ દેખાય તો તરતજ તબીબી સારવાર લો.

મરઘા ઉછેરથી થાય છે ફ્લૂઃ
એવિયન ઈન્ફલ્યુએન્ઝા જંગલી પક્ષી અને મરઘામાં જોવા મળે છે. મનુષ્યોમાં ફેલાવવાના કિસ્સા અત્યંત દુર્લભ છે. બર્ડ ફ્લૂના H5N1 અને H7N9 સ્ટોન માનવ બીમારીના મોટાભાગના કેસ માટે જવાબદાર છે. 2012 મા  H3N8 થી USના ઉત્તરપૂર્વ કિનારે 160 થી વધુ સીલના મૃત્યુ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news